Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: CTM રામોલ ઓવરબ્રિજ પર બે બાઇક સામસામે ભટકાતાં સર્જાયો અકસ્માત, એક યુવકનું મોત

સીએમટી રામોલ ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત, રાત્રીના સમયે બે બાઈક ચાલક સામસામે ભટકાયા.

X

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદ CTM રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક ચાલક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું જ્યારે બીજા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાતા ગંભીર છે.

અમદાવાદ CTM રામોલ ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે બે બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 23 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મૌત થયું હતું. જ્યારે બીજા બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાતા ઇજાઓ પહોચી હતી. તે બંનેને 108ની મદદથી વધુ સારવાર હેઠળ મણિનગરની એલ જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ થઇ શકી નથી.

આ અકસ્માતની ઘટના બાદ CTM રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો જેથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માત અંગે ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story