અમદાવાદ : વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, હાલોલ-પંચમહાલના કલાકારો રહ્યા ઉપસ્થિત

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં કાર્યરત સંસ્થા નહેરુ ફાઉન્ડેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ : વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, હાલોલ-પંચમહાલના કલાકારો રહ્યા ઉપસ્થિત
New Update

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં કાર્યરત સંસ્થા નહેરુ ફાઉન્ડેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં કાર્યરત સંસ્થા નહેરુ ફાઉન્ડેશન ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ભારતીય નૃત્યોની અસ્મિતા પ્રસ્તુતિ નૃત્યાવલી ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ, પંચમહાલ તથા ગુજરાતનું ગૌરવ એવા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ વિદેશ મંત્રાલય ભારત સરકારના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નૃત્ય કલાકાર ભરત બારીયા અને અક્ષય પટેલ તથા તેમની નૃત્યાવલી ટીમ દ્વારા ભવ્ય નૃત્યાંજલી યોજાય હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ખજાનચી સુરેન્દ્ર પટેલ, ક્ષેત્રીય નિર્દેશક ICCR ડો. જીગર ઈનામદાર, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ પી.જી.પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારોની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકોની જનમેદની ઉમટી પડી હતી.

#Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Panchmahal #Halol #occasion #cultural program #artists #held #World Dance Day
Here are a few more articles:
Read the Next Article