અમદાવાદ: હોસ્પિટલના કબાટ અને પલંગ નીચેથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા, કમ્પાઉન્ડર પર શંકાની સોય

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક હોસ્પિટલમાંથી એક બાદ એક બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

New Update
અમદાવાદ: હોસ્પિટલના કબાટ અને પલંગ નીચેથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા, કમ્પાઉન્ડર પર શંકાની સોય

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક હોસ્પિટલમાંથી એક બાદ એક બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મૃતદેહ ભુલાભાઇ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી મળી આવ્યા છે. શરૂઆતમાં 28થી 30 વર્ષની ઉંમરની એક યુવતીની લાશ હોસ્પિટલના કબાટમાંથી મળી આવી હતી.પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. બાદમાં સાંજ પડતા જ અન્ય એક મહિલાની લાશ આજ હોસ્પિટલમાંથી મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આ ઘટનાની ખબર પડતાં હાજર મૃતકના પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો.

Advertisment

હાલ આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ હોસ્પિટલના તમામ કર્મીઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી તો હોસ્પિટલમાં કામ કરતા અને પરિવારના પરિચિત મનસુખ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે પોલીસને શંકા છે કે મનસુખે જ પુત્રી અને માતાની હત્યા કરી છે

Advertisment