Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજયની પ્રથમ ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજ કોલેજનું લોકાર્પણ

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે.

X

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓનો તખતો ગોઠવાઇ રહયો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. તેમના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આહાર ભવન તથા ઓડીયોલોજી અને સ્પીચ લેન્ગવેજ કોલેજનું લોકાર્પણ કરાયું.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું છે. આ એક પેરામેડિકલ કોર્સ છે અને જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો અને ત્યાર બાદ ૧ વર્ષની ઇન્ટર્નશીપ છે. ગુજરાતની આ પ્રથમ અને દેશની આ પાંચમી સરકારી ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ છે. જેમાં દર વર્ષે 20 વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની કમાન સંભાળી હોવાની રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. યુપી સહિત ચાર રાજયોમાં મળેલા ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં પણ વહેલી ચુંટણીની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ગુજરાત આવેલાં ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતાં.

Next Story