Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતમાં "બસ, હવે પરિવર્તન જોઈએ" યાત્રાનો પ્રારંભ કરાવ્યો

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં, ગુજરાતમાં “બસ, હવે પરિવર્તન જોઈએ” યાત્રાનો પ્રારંભ

X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો લોકો સુધી પહોંચી રહ્યા છે, ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ અમદાવાદથી ગુજરાતમાં "બસ, હવે પરિવર્તન જોઈએ" યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા સાબરમતી આશ્રમ આવ્યા હતા, જ્યાં તેમણે સૌથી પહેલા ગાંધી આશ્રમ સ્થિત હૃદયકુંજમાં ગાંધીજીના ફોટાને સુતરની આંટી પહેરાવી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓએ ગાંધી આશ્રમના મ્યુઝિયમની મુલાકાત લઈ રેંટિયો કાંત્યો હતો. આ સાથે જ અમદાવાદના સાબરમતી આશ્રમથી તેઓએ આજથી ગુજરાતમાં "બસ, હવે પરિવર્તન જોઈએ" યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 6 દિવસ સુધી યોજાશે. મનીષ સિસોદિયા જણાવ્યું હતું કે, અહીંયા આવીને સમાજમાં ઈમાનદારી અને મહેનતથી કામ કરવાની પ્રેરણા મળે છે. આશ્રમમાં હું ફર્યો અને દરેક જગ્યાએ ગાંધીજી ઉપસ્થિત છે, અને પ્રેરણા આપી રહ્યા છે. આજે પણ દેશમાં શિક્ષણ અને સારવાર માટે ઘણું કરવાનું છે.

રાજનીતિ અને સરકારના વિવિધ પદો ઉપર જે લોકો બેઠા છે, તેમણે અહીંયા આવવું જ જોઈએ. નેતાઓ જે રીતે રાજનીતિ કરી રહ્યા છે, તેમજ ભાજપ અને કોંગ્રેસે સ્કૂલો અને હોસ્પિટલો તો ખોલી નથી, અને લોકો જ્યારે અરવિંદ કેજરીવાલથી આશા રાખે છે, તો દિવસ-રાત બેસીને તેમને ગાળો આપવામાં આવે છે. ગુજરાત હવે પરિવર્તન માંગે છે. પરિવર્તનને કઈ દિશામાં લઈ જવાનું છે તેની પ્રેરણા માટે આવ્યો છું, અને બાપુના આશીર્વાદ લઇ આજથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. દિલ્હીમાં શરાબ નીતિને લઈને જે રીતે ભાજપ દ્વારા સ્ટિંગ ઓપરેશન અને જે તસ્વીરો બહાર આવી રહી હોવા બાબતે પણ તેઓએ ભાજપ ખોટું બોલી રહી હોવાનું જણાવ્યુ હતું.

Next Story