Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઇ ભક્તોમાં આતુરતા, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

કોરોના કાળમાં નગરયાત્રા એ નહિ નીકળેલ ભગવાન જગન્નાથ આ વર્ષે નગરયાત્રાએ નીકળશે. જેને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

X

કોરોના કાળમાં નગરયાત્રા એ નહિ નીકળેલ ભગવાન જગન્નાથ આ વર્ષે નગરયાત્રાએ નીકળશે. જેને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની આ 145 મી રથયાત્રા માટે મંદિર અને તંત્ર કામે લાગ્યું છે.

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથની રથયાત્રા ઓડિશા પછીની સૌથી મોટી રથયાત્રા છે પણ છેલ્લા વર્ષમાં કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા શહેરમાં નીકળી ન હતી, પણ મંદિરમાં સીમિત હતી॰ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે 2 વર્ષ બાદ આ રથયાત્રા નીકળશે. રથયાત્રા એક લોક ઉત્સવ છે આ રથયાત્રાને લઇ ભાવિકો આખું વર્ષ રાહ જોતા હોય છે, ત્યારે આ રથયાત્રા પરંપરા પ્રમાણે નીકળશે જેને લઈને સરકાર પ્રશાસન અને મંદિર દ્વારા આયોજન કરવામાં આવશે. કોઈ પણ ભક્તોને તકલીફના પડે તેની પણ ચિંતા કરવામાં આવશે પોલીસ અને ગૃહ વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. સમય પ્રમાણે સરકાર જે પણ સૂચનો આપે તે મુજબ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તો સાથે રથયાત્રામાં દર્શન દરમ્યાન કોરોનાની તકેદારી પણ રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો યાત્રાને લઇ ભાવિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમાલપુર સ્થિત મંદિરે ભગવાનને અલગ અલગ વાઘા પણ ચઢાવવામાં આવી રહયા છે, તો ભગવાન જે રથ પર બિરાજમાન થવાના છે તે ત્રણેય રથને પણ મંદિરની બહાર રાખવામાં આવ્યા છે.

Next Story