Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે જ શ્રધ્ધાળુઓનું ઉમટ્યુ ઘોડાપૂર

આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. ગઈકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારથી આ નગરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

X

આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. ગઈકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારથી આ નગરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદ ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઈકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 થી 2 લાખ જેટલા મુલાકાતીઓ આવે તેવો અંદાજ છે. તદુપરાંત શનિ-રવિએ તો આ સંખ્યા કદાચ 2 થી 3 લાખે પહોંચી શકે છે. ત્યારે આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટેનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે.આજથી સામાન્ય જનતા માટે 600 એકરમાં બનેલા નગરના દ્વારા ખોલવામાં આવ્યા છે.બપોરના 2 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા સુધી આ નગર ખુલ્લું રહેશે. પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.અહીં માત્ર દેશ થી નહીં પણ વિદેશથી અનેક લોકો આવી રહ્યા છે.

અમદાવાદમાં ન ભૂતો ન ભવિષ્યતી સમાન શતાબ્દી મહોત્સવ યોજાઇ રહયો છે જેનો સેંકડો શ્રધ્ધાળુઓ સાક્ષાત્કાર કરશે ત્યારે આટલા મોટા પાયે યોજાઇ રહેલ મહોત્સવ માટે આયોજન પણ અભૂતપૂર્વ કરવામાં આવ્યું છે.

Next Story