અમદાવાદ : શું તમે બાઇક પર સવાર યોગાસન જોયા? રામોલ ખાતે બાળકો અને મોટેરાએ બાઇક અને એક્ટિવા પર યોગા કરી કરતબ બતાવી

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અમદાવાદના રામોલ ખાતે એક અલગ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ : શું તમે બાઇક પર સવાર યોગાસન જોયા? રામોલ ખાતે બાળકો અને મોટેરાએ બાઇક અને એક્ટિવા પર યોગા કરી કરતબ બતાવી
New Update

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અમદાવાદના રામોલ ખાતે એક અલગ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં બાઈક અને એક્ટિવા પર યોગના અલગ અલગ આસનો કરવામાં આવ્યા હતા.

દેશભરમાં યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે અલગ અલગ રીતના યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે શહેરના રામોલ ખાતે ઓમ ધ થર્ડ આઈ યોગા મણિનગર દ્વારા અમદાવાદના ઈતિહાસમા સૌ પ્રથમ વાર યોગ દિન નિમિત્તે અનોખી રીતે યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અહીં અલગ અલગ બાઈક અને એક્ટિવા પર સૂર્ય નમસ્કાર પ્રાણાયામ સહિતના આસનો કરવામાં આવ્યા હતા. બાઈક પર બેલેન્સ અને શરીરને સમતોલ રાખી આ યોગ કરતબ કરવામાં આવ્યા હતા. ૪૫ થી વધુ વ્યકિતઓ બાઈક-એક્ટિવા પર સવાર થઈને વિવિધ યોગ કર્યા હતા. આ યોગ આસનમાં આઠ વર્ષના બાળક થી લઈને મોટી વયના વ્યક્તિઓ મોટરસાયકલ તેમજ એક્ટિવા પર સવાર થઈને યોગના વિવિધ નિદર્શનો કર્યા હતા. આ યોગ કાર્યક્રમનું આયોજન કરનારનું કેહવું છે કે આ યુનિક કોન્સેપટ છે વર્ષો પહેલા ઋષિ મુનિઓ પાણીમાં પહાડો પર યોગ કરતા હતા. તેજ રીતના અમે આજે બાઈક પર યોગા કર્યા છે અને ઉત્સાહથી યોગને સેલિબ્રેટ કર્યો છે.

#Connect Gujarat #BeyondJustNews #children #Ahmedabad #bike #celebrations #yogasana #World Yoga Day #Ramol #Motera #Yoga on Bike
Here are a few more articles:
Read the Next Article