અમદાવાદ : ઈમરજન્સી સેવા ખોરવાઈ તેવી સંભાવના, ફોર્મ 'સી' રિન્યૂઅલ ન થવાના મુદ્દે ડોકટરોનો વિરોધ

હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ફોર્મ 'સી' રિન્યૂઅલ ન થવાના મુદ્દે અન્યાય ના વિરોધમાં આજે અને કાલે 2 દિવસ સુધી અમદાવાદના તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ

New Update
અમદાવાદ : ઈમરજન્સી સેવા ખોરવાઈ તેવી સંભાવના, ફોર્મ 'સી' રિન્યૂઅલ ન થવાના મુદ્દે ડોકટરોનો વિરોધ

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ફોર્મ 'સી' રિન્યૂઅલ ન થવાના મુદ્દે અન્યાયના વિરોધમાં આજે અને કાલે 2 દિવસ સુધી અમદાવાદના તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રાખી છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા ફોર્મ 'સી' રિન્યૂઅલ ન થવાના મુદ્દે અન્યાયના વિરોધમાં આજે અને કાલે 2 દિવસ સુધી અમદાવાદના તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમ નિયમિત પ્રવેશ, ઓ.પી.ડી. સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પ્રક્રિયાઓ બંધ રાખી છે. જેમાં ડૉકટરો હોસ્પિટલના કર્મચારીઓ જોડાયા છે. જેમાં ડૉકટરો હોસ્પિટલના કર્મચારીઓ જોડાયા છે આ મામલે ડોક્ટર મિતેષ કક્કડે જણાવ્યું છે કે,અમે સરકાર અને એએમસી સમક્ષ અનેકવાર સમસ્યાની રજૂઆત કરી છતાં સળગતી સમસ્યા કોઈ ઉકેલ આવ્યો નથી. 1949 થી 2021 સુધી, તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હોસ્પિટલ ની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પ્રદાન કરતી રહી છે અને તેના પગલે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે. સંચાલકોની એ પણ દલીલ છે કે ફોર્મ C પરવાનગી માત્ર મૉર્ડન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે. રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ આવશ્યકતા નથી અને તેઓને તેમના બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે?

અમદાવાદમાં અનેક નાની મોટી હોસ્પિટલ આવેલી છે અને રાજ્યભરમાંથી હજારો દર્દીઓ સારવાર માટે અમદાવાદ આવે છે પણ એએમસી બિયું પરમીશન ન મળવાને કારણે અનેક હોસ્પિટલ બંધ થવાને આરે છે. ઑક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. આ આંદોલન આગામી 2 દિવસ સુધી ચાલુ રહેશે જેને કારણે તબીબી સેવાને અસર થાય તેવી શક્યતા છે.

Latest Stories