Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શિવરંજની પાસે શ્રમિક મહિલાને કચડી નાંખનાર કારચાલક પર્વ શાહની ધરપકડ

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ગત મોડી રાત્રિના સમયે બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં કાર ચલાવનારા નબીરો પર્વ શાહ મોડી સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે.

X

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ગત મોડી રાત્રિના સમયે બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં કાર ચલાવનારા નબીરો પર્વ શાહ મોડી સાંજે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે.

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે બે કારની રેસમાં એક કાર રોડની સાઇડ પર સુતેલાં શ્રમજીવી પરિવાર પર ફરી વળી હતી જેમાં એક મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે અકસ્માત કરનાર કાર મીઠાખળી વિસ્તારમાં રહેતાં શૈલેષ શાહની હોવાનું શોધી કાઢયું હતું. પોલીસે તેમના નિવાસે સ્થાને તપાસ કરતાં પરિવાર ગાયબ થઇ ગયો હતો. મંગળવારે મોડી સાંજે કારનો ચાલક પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. 21 વર્ષીય પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના પિતા શૈલેષ કાંકરિયા પાસેના સુમૈલ કોમ્પ્લેક્સમાં કુર્તીનો બિઝનેસ ચલાવે છે. પર્વ તેના પિતા સાથે જ વ્યવસાયમાં સંકળાયેલો છે.પર્વ શાહ કર્ફ્યૂ વચ્ચે મિત્રો સાથે મોજ કરવા નીકળ્યો હતો. પરંતુ સિંધુ ભવન રોડ પર પોલીસ તેને જોઈ જતા તેઓ ગલીમાં વળી ગયા હતાં. પરંતુ પાછળ પોલીસ હોવાથી તેઓએ કાર ભગાવી મારી હતી. જેને પગલે પોલીસે પણ તેનો પીછો કર્યો હતો. જો કે પોલીસ વેન્ટો કારમાં હોવાથી પર્વએ રેસ ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું. પર્વના પિતા શૈલેષ શાહે મીડિયાને જણાવ્યું કે, રાતનો ટાઈમ હોવાથી અમને એમ કે એપાર્ટમેન્ટ બહાર ઉભો હશે. પોલીસના ડરથી તેણે કાર ભગાવી હતી. અકસ્માત બાદ તે ઘરે આવ્યો હતો અને કહ્યું કે મારાથી આમ થઈ ગયું છે. અમે ગભરાઈ ગયા હતા. પર્વના જણાવ્યાં અનુસાર તેની સાથે કારમાં તેની સાથે તેના બે ભાઇ અને એક મિત્ર પણ હતો.

Next Story