Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હેલિકોપ્ટર જોય રાઇડમાં વિઘ્નના એંધાણ, સ્થાનિકોએ કર્યો વિરોધ...

હેલિકોપ્ટર જોય રાઇડની સર્વિસના ઘોંઘાટથી કંટાળી લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ આ મામલે બપોરે ખલેલ પહોંચતા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે.

અમદાવાદ : હેલિકોપ્ટર જોય રાઇડમાં વિઘ્નના એંધાણ, સ્થાનિકોએ કર્યો વિરોધ...
X

અમદાવાદમાં ચાલી રહેલી હેલિકોપ્ટર જોય રાઈડ લોકો માટે માથાના દુખાવા રુપ બની હોવાનો ઘાટ સર્જાયો છે. જોય રાઈડ હેલિકોપ્ટરના ઘોંઘાટથી સ્થાનિક લોકો તોબા પોકારી ગયા છે. જેને લઇને અમદાવાદના પાલડી વિસ્તારના રહીશો દ્વારા આ સેવા બંધ કરવાની માંગ ઉઠવા પામી છે.

અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઇડની સર્વિસના ઘોંઘાટથી કંટાળી લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ આ મામલે બપોરે ખલેલ પહોંચતા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. આ સેવા બંધ કરવામાં આવે અથવા તો તેને અન્ય સ્થળે લઇ જવાની લોકોએ માંગ ઉઠાવી હતી. તો બીજી તરફ, આ પ્રોજેક્ટ રાજ્ય સરકારનો હોય, પોલીસ કમિશનરે અરજી ગુજરાત સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટને મોકલી આપી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જોય રાઈડનો પ્રારંભ કર્યો હતો. જેને લોકો આવકારી પણ રહ્યા છે, પરંતુ હેલીકોપ્ટરના ઘોંઘાટથી આ સેવામાં વિઘ્ન આવે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. હેલિકોપ્ટરના ઘોંઘાટથી રહીશોની બપોરે ઊંઘ હરામ થઈ ગઈ છે. આમ આસપાસના લોકોની રાવને લઈને તંત્ર ધંધે લાગ્યું છે. સ્થાનિક લોકોએ તંત્રને જણાવ્યું છે કે, આ રાઇડનો આવાજ બહુ તીવ્ર છે, જેના કારણે અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને બાળકો સૂઈ નથી શકતા. જે બાળકો ભણવા બેસે છે, તેને પણ ખલેલ પડે છે. તેથી આ સેવા બંધ કરે અથવા બીજે ટ્રાન્સફર કરાય તેવી માંગ ઉઠી છે.

Next Story