Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ફટાકડાના કારણે આ વર્ષે આગના બનાવમાં થયો ઘટાડો, જુઓ ફાયર વિભાગે શું આપી માહિતી

આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.

X

અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમ્યાન આગના કોલમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે લોકો હર્ષોલ્લાસથી તહેવાર મનાવી રહ્યા છે. તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવતા આગના બનાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

કોરોના કાળાના 2 વર્ષ બાદ આ વર્ષે લોકો ધામધૂમથી દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. દિવાળી પર્વે ખૂબ મોટી સંખ્યામાં લોકો ફટાકડા ફોડી રહ્યા છે, ત્યારે ફટાકડા ફોડવામાં પણ લોકોએ ખાસ ધ્યાન આપ્યું છે. લોકોએ ખુલ્લા મેદાનમાં ફટાકડા ફોડવાનું વધારે પસંદ કર્યું છે. આ સાથે જ લોકોએ રિવરફ્રન્ટ પર ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.

તા. 22 ઓક્ટોબરથી આજ દિન સુધીમાં ફટાકડાના કારણે આગ આગવાના 61 કોલ મળ્યા હતા. પાછલા વર્ષની સરખામણી કરીએ તો 50 ટકા કોલમાં ઘટાડો થયો છે. પાછલા વર્ષે આગના 120 કોલ મળ્યા હતા. ગતરોજ મેજર કોલ કહી શકાય તેવો એક જ કોલ હતો, જે સરસપુરની ચાલીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. પરતું આ બનાવમાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

Next Story