અમદાવાદ : પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થતાં શહેરની 2 શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાય...

સંજીવની વિધાવિહાર શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ મતદાન જાગૃતિ અર્થે નાગરિકો વોટ કરવા આગળ આવે અને અચૂક મતદાન કરી લોકતંત્રને મજબૂત કરે તે માટે મતદાન જાગૃતિ રેલી યોજી હતી.

New Update
અમદાવાદ : પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થતાં શહેરની 2 શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાય...

અમદાવાદના વાસણાની શિવ પ્રાથમિક શાળા અને સંજીવની વિધાવિહાર શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ મતદાન જાગૃતિ અર્થે નાગરિકો વોટ કરવા આગળ આવે અને અચૂક મતદાન કરી લોકતંત્રને મજબૂત કરે તે માટે મતદાન જાગૃતિ રેલી યોજી હતી.

ગુજરાત વિધાનસભા 2022ના ચુંટણીમાં બીજા ચરણનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે, ત્યારે અમદાવાદમાં વાસણા વિસ્તારમાં શિવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જનજાગૃતિ માટે વિધાર્થીઓ માટે રેલી કાઢવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં જે પ્રમાણે ઓછું મતદાન જોવા મળ્યું હતું. તે જોતાં બીજા ચરણમાં મતદાન સોમવારે થવાનું છે, ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરવા જાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના આંધણ બાદ પણ ઓછું મતદાન થતા ચૂંટણી પંચના પ્રયાસો પર પાણી ફર્યું છે. વિધાર્થીઓએ લોકોને અપીલ કે, અમદાવાદીઓ વોટ કરવા મતદાનના દિવસે ઘરની બહાર આવે. તે માટે વાસણા વિસ્તારમાં રાજકીય પક્ષના પ્રમુખ અને ઉમેદવાર અમિત શાહ પણ વિધાર્થીઓની આ પહેલને નિહાળવા આવ્યા હતા.

Latest Stories