અમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે, ત્યારે 101 જેટલા ટેબલામાં PM નરેન્દ્ર મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથના ડુપ્લિકેટે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ બન્ને નેતાઓ ટ્રકમાંથી લોકોનું અભિવાદન જીલતા નજરે પડ્યા હતા. આ રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો પણ ધીરે-ધીરે આગળ વધ્યા હતા. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ રથયાત્રામાં સૌથી વધારે આકર્ષણ જગાવનાર ટ્રક છે, ઇસનપુર વિસ્તારમાં આ ટ્રકમાં અયોધ્યાના રામ મંદિરની ઝાખી કરતી પ્રતિકૃતિ પણ રહી છે. એટલું જ નહીં, પણ કોરોના કાળમાં ઉત્તમ સેવા આપનાર ડોક્ટર માટે એક ટેબ્લો બનાવવામાં આવ્યો હતો. જેની થીમ કોરોના વોરિયર્સ રાખવામાં આવી હતી. કોરોના કાળની આબેહૂબ હોસ્પિટલ પણ ઉભી કરવામાં આવી હતી, તો અનેક ટેબ્લોમાં ભગવાનના અલગ અલગ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા હતા.
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં PM મોદી અને CM યોગીના ડુપ્લિકેટે લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ
અમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે
New Update
Latest Stories