Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મી ઉપર કાર ચઢાવનાર એક શખ્સ ઝડપાયો, 4 લોકો ફરાર...

ગઇકાલે ધૂળેટીને લઈને પોલીસ સતત ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદ : વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મી ઉપર કાર ચઢાવનાર એક શખ્સ ઝડપાયો, 4 લોકો ફરાર...
X

અમદાવાદમાં ગઇકાલે ધૂળેટીને લઈને પોલીસ સતત ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસની વાને એક કારનો પીછો કર્યો હતો. આ કાર પોલીસની વાનને ટક્કર મારીને નાસી છૂટી હતી. પોલીસે કારને રોકવાની કોશિશ કરતા ચાલકે પોતાની કાર પોલીસ પર ચઢાવીને નાસી છૂટ્યો હતો.

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર ધૂળેટીને લઈને પોલીસની પીસીઆર વાન સતત પેટ્રોલિંગમાં હતી, ત્યારે રોડ પર મોટા અવાજે ગીતો વગાડી અને ગાડી દબાતી હોવાથી શંકા જતાં તેને ઊભી રખવા પોલીસે પ્રયત્ન કર્યો હતો. પરતું કારમાં સવાર લોકો પોલીસ પર ગાડી ચઢાવીને ત્યાંથી નાશી ગયા હતા. ત્યારબાદ પોલીસ આગળ તેનો પીછો કરી રાજપથ ક્લબ રોડ પર કાર ઊભી રાખી, પરતું તેમને પોલીસની ગાડીને ટક્કર મારી ત્યાંથી નાસી ગયા હતા. જેમાં કારમાં સવાર એક યુવક અશ્વિન રાજપૂતને પોલીસ પકડી લીધો હતો. તેમજ ધ્રુવીન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અજાણ્ય શખ્સ વિરૂદ્ધ હત્યાની કોશિશ તેમજ સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાની ફરિયાદ કરી છે. ગઇકાલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.એ.ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ તેમજ પોલીસ કર્મચારી સિરાજભાઇ સહિતની ટીમ પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાજપથ ક્લબની પાછળના રોડ પરથી એક કાર પુરઝડપે આવી હતી. જેને પોલીસે ઉભા રહેવાનો ઇસારો કર્યો હતો. જોકે, ચાલકે પુરઝડપે કાર હંકારી પોલીસ કર્મચારીને અડફેટે લઇ નાસી છૂટ્યો હતો. બોડકદેવ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે 2 અલગ-અલગ ટીમો બનાવી છે.

Next Story