અમદાવાદ : એક જ દિવસમાં 5 સ્થળ પર આગની ઘટનાથી ફાયર બ્રિગેડ દોડતું થયું

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.

New Update
  • અમદાવાદ શહેરમાં આગની ઘટનાનો મામલો

  • એક જ દિવસમાં પાંચ સ્થળો પર લાગી આગ

  • આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો

  • 8 જેટલા ટુ વ્હીલર આવ્યા આગની ચપેટમાં

  • વટવા જીઆઈડીસીમાં પણ ભીષણ આગથી દોડધામ

  • ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ

અમદાવાદમાં 5 અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેમાં ચંડોળા અને વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટીપ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસવટવા જીઆઇડીસી ફેઝ-4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી. આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જોકેઆગની ઘટનામાં વાહનો બળી ગયા હતા. વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબઆગ ભારે ગરમીને કારણે પાર્ક કરેલા ટુ-વ્હીલર માંથી લાગી હોવાનું માનવામાં આવે છે. પાર્કિંગમાં ટુ વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક 8થી વધુ ટુ વ્હીલર આગની ચપેટમાં ગયા હતા. જોકે સદનસીબે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા સમયસર જાણ કરવામાં આવતા અન્ય ટુ વ્હીલરોને ખસેડી લેવામાં આવ્યા હતા.

અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આગને કાબુમાં લેવા માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી લીધી છે. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિના અહેવાલ નથી.

અમદાવાદની વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તાર અને વટવાGIDC ફેઝ-4માં આવેલી જયશ્રી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. જેના કારણે આસપાસની 4થી 5 કંપનીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આમ અમદાવાદમાં એક જ દિવસમાં ચંડોળા અને વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટીપ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસવટવા જીઆઇડીસી ફેઝ-4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની પાંચ ઘટનાઓ બની હતી.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.