Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નવરાત્રી મહોત્સવ માટે પોલીસ બની સજ્જ, ટેકનોલોજીનો કરશે ભરપૂર ઉપયોગ...

નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી નવરાત્રી યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી છે.

X

કોરોના કાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ શહેર નવરાત્રી દરમ્યાન પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાતા ગરબાને લઈને પોલીસ દ્વારા ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી નવરાત્રી યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી છે. જોકે, રાત્રીના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનાર તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રોડ પર પાર્ક કરેલા વાહનો માટે ટોઇંગ વાન અલગ-અલગ વિસ્તારમાં ફરતી રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ આ વખતે નવરાત્રીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાની છે, જેમાં ખાસ કરીને બોડી વોર્ન કેમેરા તેમજ ઇન્ટરસેપ્ટર અને સ્પીડ ગનની સાથોસાથ બ્રેધ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમ્યાન રાત્રિના સમયે મહત્વના ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. આ સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરેલી ખાસ શી-ટીમ અલગ-અલગ જગ્યાઓ પર સિવિલ ડ્રેસમાં તેમજ ટ્રેડિશનલ કપડામાં સજ્જ થઈને રોમિયોગીરી કરતા શખ્સોને ઝડપી કાયદાનો પાઠ ભણાવશે. અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ગરબાના આયોજકો દ્વારા ભીડની માત્રાને માપમાં રાખવા બાઉન્સરો તેમજ સીસીટીવી કેમેરાથી સતત રેકોર્ડિંગ કરી એક માસ સુધી રાખવા માટે પણ પોલીસે સૂચના આપી છે.

Next Story