અમદાવાદ: પૂર્વ CM સુરેશ મહેતાએ કરી પ્રેસ કોન્ફરન્સ,બજેટ બાબતે સરકારને કર્યા અનેક સવાલ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા

New Update
અમદાવાદ: પૂર્વ CM સુરેશ મહેતાએ કરી પ્રેસ કોન્ફરન્સ,બજેટ બાબતે સરકારને કર્યા અનેક સવાલ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૩ અને ૨૪નું ૩.૦૧લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં આ વખતે ૪ દસ્તાવેજો મૂકવામાં આવ્યા નથી. વર્ષોથી આ દસ્તાવેજો ફરજિયાત બજેટમાં મૂકવામાં આવે છે પરંતુ આ વખતે તે દસ્તાવેજ નથી મૂક્યા.

જે બાબતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દસ્તાવેજોનું શું મહત્વ છે તે બાબતે પણ સમજાવ્યું હતું.આ બજેટમાં આગામી ત્રણ વર્ષમાં સરકાર જુદા જુદા વિભાગોમાં મહત્વની યોજનાઓ પાછળ કેટલો ખર્ચ થશે અને તેમઆ શું સિદ્ધ થશે તેની વિગતો દસ્તાવેજોથીં પ્રાપ્ત થાય છે પરંતુ આ દસ્તાવેજ બજેટમાં રજૂ નહિ કરીને ખરેખર ભૌતિક સિદ્ધિઓ મેળવવામાં આવશે તેનો કોઈ અંદાજ સરકારે આપ્યો નથી અને એટલે સિધ્ધ પ્રશ્નો ઊભા થાય છે કે બજેટમાં ખર્ચ થશે પણ ખર્ચથી શું સિદ્ધ થશે એ અંગે સરકાર પોતે જ અજાણ છે