અમદાવાદ: કેનેડાના વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ,4 આરોપીની ધરપકડ

કેનેડાના વિઝા આપવાના બહાને કરાતી હતી ઠગાઇ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

New Update
અમદાવાદ: કેનેડાના વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ,4 આરોપીની ધરપકડ

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા મેળવી લઈ વર્ક પરમિટ વિઝા નહિ અપાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર 4 આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક નિવારણ શાખા દ્વારા ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પાટીદાર સમાજના એક વોટ્સએપ ગ્રૂપમાં પોતાનો મોબાઈલ નંબર મૂકી જણાવેલ કે વ્યાજબી ભાવે કેનેડાના વર્ક પરમિટ મેળવો. આ પ્રકારના મેસેજ કરી લોભામણી લાલચ આપી વર્ક પરમિટના નામે રૂપિયા પડાવતા હતો. જેમાં અરજદાર દ્વારા લખેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો તો તે પોતે અંબાજી ખાતે એસ. ટી ડેપોના મેનેજર તરીકે ક્લાસ – 2 અધિકારી હોય એવી ઓળખ આપી હતી. ત્યારબાદ અરજદારોનો વિશ્વાસ અને ભરોસો જીતીને કુલ ખર્ચ 8,50,000 થશે અને પહેલા પ્રોસેસ ફી 2,50,000 આપવી પડશે તેમ કહી તેમની પાસેથી બેંક મારફતે તથા રોકડ રૂપિયા લેવામાં આવતા હતા.કુલ 6 લોકો આ ગુનામાં સંડોવાયેલા છે જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટોળકીએ અન્ય કેટલા લોકો સાથે ઠગાઇ કરી છે એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

Latest Stories