/connect-gujarat/media/post_banners/fc0e605a38bcc7ceaff9b8be77e725a19381cf2dcfbdf36fd21f65fce77b1a0d.jpg)
દ્રશ્યોમાં દેખાતા આ બન્ને શખ્સો હાલ અમદાવાદના રખિયાલ પોલીસની ગિરફ્તમાં આવી ચૂક્યા છે. આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો. મિલમાં કામ કરતા હસમુખ ધામનકર નામના કર્મચારીએ રજા અને પગાર મેળવવા ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવ્યા બાદ હોસ્પિટલના તબીબને બતાવાની જગ્યાએ રૂ. 500 એજન્ટને આપ્યા હતા. બાદમાં દર્દી બનેલા હસમુખે બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો. આ અંગે શંકા જતા હોસ્પિટલ સત્તાવાળાએ તપાસ કરતા સમગ્ર મામલે ભાંડો ફુટ્યો હતો.
જે મામલે ESIC હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટરે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રખિયાલ પોલીસે દર્દીને પૈસા લઇ રેસ્ટ લખી આપનાર અને એજન્ટ સહિત 2 આરોપીની ધરરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, હસમુખ નામનો વ્યક્તિ 10 ફેબ્રુઆરી 2023ના રોજ દર્દી બનીને ઓર્થોપેડિકની સારવાર માટે આવ્યો હતો. ત્યારબાદ કેસ કઢાવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લેવાની જગ્યાએ ઓપીડી સ્લીપ લઇ બહાર જતો રહ્યો હતો. બહારના તબીબ પાસે રેસ્ટ લખાવી સહિ કરાવી હસમુખ ESIC હોસ્પિટલ આવ્યો હતો. જેથી સ્ટાફને રેસ્ટનું લખાણ ડુપ્લીકેટ જણાયું હતું.
જેથી ઓર્થોપેડિક તબીબ જીતેન્દ્ર પરમાર પાસે આ અંગે પુછવા સ્ટાફ પહોંચ્યો હતો, તારે તબીબે જણાવ્યું હતું કે, આ સ્લીપવાળુ દર્દી તેમની પાસે આવ્યું નથી. જેથી સ્ટાફને જાણવા મળ્યું હતું કે, હસમુખભાઇ બહારથી બોગસ રીતે રેસ્ટ લખાઇ લાવ્યો છે. જેથી આ મામલે હસમુખને પુછતા તેણે હોસ્પિટલની બહાર એજન્ટ અમરતલાલ પાસેથી 500 રૂપિયામાં 15 દિવસનો રેસ્ટ લખાવી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી, જ્યારે ગુલામ મોહંમદ રાજપૂતે ડુપ્લીકેટ રેસ્ટ લખાવ્યો હોવાની ભૂમિકા ભજવી હતી.