અમદાવાદ : આશ્રમ રોડ પરથી રૂ. 3 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ કેરિયરની SOG પોલીસે ધરપકડ કરી...

અમદાવાદ જાણે ડ્રગ માફિયાઓ માટેનું હબ બની રહ્યું હોય તેમ છાશવારે શહેરમાંથી ડ્રગ્સ ઝડપાય રહ્યું છે

New Update
અમદાવાદ : આશ્રમ રોડ પરથી રૂ. 3 લાખના ડ્રગ્સ સાથે ડ્રગ કેરિયરની SOG પોલીસે ધરપકડ કરી...

અમદાવાદ જાણે ડ્રગ માફિયાઓ માટેનું હબ બની રહ્યું હોય તેમ છાશવારે શહેરમાંથી ડ્રગ્સ ઝડપાય રહ્યું છે, ત્યારે SOG પોલીસે શહેરના પોશ વિસ્તારમાંથી રૂપિયા 3 લાખના ડ્રગ્સ સાથે એક શાતીર બદમાશને પકડી પડ્યો હતો.

અમદાવાદ SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના પોશ વિસ્તાર એવા આશ્રમ રોડ પાસે આવેલ સીટી ગોલ્ડ સિનેમા પાસે એક ઈસમ ડ્રગ્સ લઈને ફરી રહ્યો છે, અને તે ઈસમ કોઈને ડ્રગ્સ સપ્લાય કરવાનો છે, ત્યારે બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર રેડ કરી રઈશ ઉર્ફે નાસીર પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે રઈશની તલાશી લીધી તો તેના પાસેથી રૂપિયા 3 લાખનું 31 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપી વિરુદ્ધ હત્યા અને લૂંટ સહિતના 6 ગુન્હાઓ પણ નોંધાયા છે. રઈશને આ ડ્રગ્સ તેના ભાઈએ આપ્યું હતું, જે હાલ ફરાર છે. અને આરોપી રઈશ પોતે પણ ડ્રગ એડિક્ટ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે હાલ તો SOG પોલીસે આરોપીના કોલ રેકોર્ડની તપાસ સાથે આ ડ્રગ્સ કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.