Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જમાઈ સસરા પાસેથી રૂ. 1.70 કરોડ લઈને US ભાગી ગયો, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ...

સેટેલાઈટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ, અને સસરા વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ : જમાઈ સસરા પાસેથી રૂ. 1.70 કરોડ લઈને US ભાગી ગયો, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ...
X

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ, અને સસરા વિરૂદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે પરિણીતાના પતિ અને સાસુ-સસરા વારંવાર પૈસાની માંગણી કરતા હતા. તેનો પતિ પરિણીતા અને તેની પુત્રીને છોડી અમેરિકા જતા રહ્યો છે.

અમદાવાદના આંબલીમાં રહેતી મહિલાની પોલીસ ફરિયાદ મુજબ, તેમના લગ્નના 8 વર્ષ પહેલાં વર્ષ 2015માં માલવ પટેલ સાથે થયાં હતાં. લગ્ન બાદ પરિણીતા સાસુ, સસરા તેમજ દિયર સાથે રહેતા હતા. પતિને ધંધામાં પૈસાની જરૂર હોવાથી પત્નીના પિતા પાસેથી રૂ. 55 લાખ લઈ 3 મહિના બાદ ફક્ત 50 લાખ જ પાછા આપ્યા હતા, અને ત્યારબાદ બંગલો બનાવવા 1.70 કરોડ રૂપિયા પણ લીધા હતા. ખૂબ જ નજીવી બાબતોમાં પણ સાસુ, સસરા અને પતિ હેરાન કરતા હતા. આ દરમિયાન પતિએ પત્ની અને દીકરીને મૂકી અમેરિકા જતો રહ્યો હતો. જેથી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, પતિ અને તેના પરિવારના લોકો સતત પૈસા માટે હેરાન કરતા હોવાથી પરિણીતાના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ સાથે પરિણીતાને આગાઉ માર મારવામાં આવતા તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા હતા. જેથી પરિણીતા રાજપથ રહેવા ગયા, ત્યાં પતિએ તેમના સસરા એટલે કે, પત્નીના પિતાને માર માર્યો હતો. આ બાદ એટલું થઈ જતા પિતાએ પોતાની દીકરીને અલગ મકાનમાં રાખી હતી. આ બાદ પતિ પોતાની પત્ની અને દીકરીને તરછોડી અમેરિકા જતો રહેતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Next Story