/connect-gujarat/media/post_banners/bedaca0065943b2af2f04a6b6a6245f939c1333a24c264da2c8344a831aa889f.jpg)
વડોદરામાં 2 વર્ષ પહેલા 5 કિલો સોનાના દાગીના મળી અદાજે રૂપિયા 2.5 કરોડના મુદ્દામાલની ચોરી થઈ હતી, ત્યારે આ મામલે અમદાવાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં ફરિયાદીએ તેની કારમાં પાછળ બેગમાં સોનાના દાગીના મુક્યા હતા, ત્યારે આરોપીએ કારનો કાચ તોડી દરવાજો ખોલી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. આ બેગમાં સોનાની બુટ્ટીઓ, નેકલેશ, સોનાની માળા, ચેઈન, પેન્ડલ તથા અન્ય દાગીના મળીને આશરે કુલ 5 કિલો સોનું ચોરી થયું હતું. આ પ્લાન મુખ્ય આરોપી મનોજ ઉર્ફે મનોજ સિંધીએ બનાવ્યો હતો. જેમાં તે અલગ અલગ વાહનોમાં વડોદરા ગયો હતો, ત્યાં અલગ અલગ ટીમો બનાવી હતી, અને તમામ લોકોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસ અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે. પરતું વધુ એક આરોપી મનોજ પરમાર, જે ફરાર હતો તેને પકડી લેવામાં આવ્યો છે. આ આરોપીએ મનોજ સિંધીને 700 ગ્રામ સોનું વેચીને, જે અદાજે 35 લાખ રૂપિયા આવ્યા હતા. તે બાપુનગરમાં અલગ અલગ આંગડિયા પેઢી મારફતે ભુજ મોકલી આ ગુન્હામાં મદદગારી કરી હતી. જોકે, પોલીસથી બચવા માટે ભાવનગર અને અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ આરોપી નાસતો ફરતો હતો, ત્યારે હાલ તો અમદાવાદ પોલીસે વડોદરા પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.