ઉત્તર ગુજરાતના કદાવર નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહીને છોડી દીધું છે. જેની વચ્ચે જયરાજસિંહ પરમારનું નિવેદન આપતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસના નેતાઓ કોઈના નથી. મે રાજનીતિ નથી છોડી મે પાર્ટી છોડી છે. ઉપરાંત કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી કોઈ સિસ્ટમ નહીં હોવાની પણ તેઓએ વાત કરી હતી.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આવા સમયે હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ભંગાણ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેની વચ્ચે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે, જયરાજસિંહ પરમાર દિલ્હીના નેતાઓના સંપર્કમાં છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે 2 દિવસ પહેલા જ જયરાજસિંહના ઘરે મુલાકાત લીધી હતી. જેમાં તેમની મુલાકાતના ફોટો પણ સામે આવ્યા છે. જેના કારણે કોંગ્રેસમાં ઘણી અટકળો ઊભી થઈ છે. કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનના 37 વર્ષ કોંગ્રેસને આપ્યા છે. છતાં પાર્ટીના કેટલાક નેતાઓ પોતાનું જ કરી રહ્યા છે. મેં પરિવારને પણ સાઈડમાં રાખી કોંગ્રેસને પ્રાથમિકતા આપી છે, પણ કોંગ્રેસ ક્યારેય પણ પોતાના કાર્યકરોને સાચવી ન શકી. માત્ર ગુજરાતનું નેતૃત્વ નહીં પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓ પણ કાર્યકર્તાઓની વાત નથી સાંભળતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા જયરાજસિંહનું નિવેદન મોવડી મંડળની નિષ્ક્રિયતા સામે ઈશારો કરી રહ્યો છે. સાથે જ તેમના નિવેદનથી એવો મતલબ પણ નીકળી રહ્યો છે કે કોંગ્રેસના સંગઠનની કોઈને પડી નથી. જોકે, હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ સમયે કોંગ્રેસમાં ભંગાણ થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ હવે તેઓ ભાજપ જોઈન કરશે તેવી અટકળો તેજ બની છે કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત પણ કરવામાં આવી છે તેવી ચર્ચા સામે આવી રહી છે ત્યારે આજે રાજીનામા બાદ આ વાત ને વેગ મળતો હોઈ તેમ ભાજપના નેતા કિશનસિંહ સોલંકી આજે જયરાજસિંહ પરમાર ના ઘરે પોહ્ચ્યા હતા અને સૌજન્ય મુલાકાત કરી હતી આવે તેને ભાજપ હંમેશા આવકારશેજયરાજસિંહની તકલીફમાં ઉભા રેહવું તે મારી ફરજ છે એવું જણાવ્યુ હતું
ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.ત્યારે કનેક્ટ ગુજરાતે તેમના પરિવારજનોએ સાથે પણ વાતચીત કરી હતી