Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : લોકોને મફત વીજળી આપવી જાદુ છે, અને તે જાદુ મને આવડે છે : કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વીજળી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે,

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે વીજળી મુદ્દે રાજનીતિ ગરમાઈ છે, ત્યારે આપના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં મફત વીજળી મુદ્દે રાજ્યભરના વરિષ્ઠ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.

આમ આદમી પાર્ટીએ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં મફત વીજળી આંદોલન શરૂ કર્યું છે. જેમાં મુદ્દો છે કે, જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે તો ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી..? અમદાવાદ ઉપસ્થિત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જનતાએ જે લોકોને મત આપી જીત અપાવી છે, તે લોકો જલસા કરી રહ્યા છે. તેમનું વીજળી બિલ ઝીરો આવે છે, જ્યારે સામાન્ય જનતાને હજારો રૂપિયાનું વીજ બિલ મળે છે. કેજરીવાલે જણાવ્યુ હતું કે, અમે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છીએ. અત્યાર સુધી કોઈ પાર્ટીએ વીજળીના મુદ્દે ચર્ચા કરી નથી. પણ અમે રાજનીતિ કરવા નથી આવ્યા, અમે જનતાની સેવા કરવા આવ્યા છે. વધુમાં કેજરીવાલે કહ્યું હતું કે, 24 કલાક વીજળી મફત આપવી તે એક જાદુ છે, અને આ જાદુ મને આવડે છે, ત્યારે ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળી શકે તે માટે ગુજરાતના લોકોએ સત્તા પરિવર્તન કરવું પડશે.

અમદાવાદ ખાતે યોજાયેલ વીજળી સંવાદમાં રાજ્યભરમાંથી અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે એક ખેડૂતે જણાવ્યું હતું. કે સમગ્ર દેશમાં એમએસપી પંજાબથી નક્કી થાય છે, પણ ગુજરાતમાં હોર્સ પાવરના સૌથી વધારે રૂપિયા છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરી પણ સરકાર અમારી વાત સાંભળતી નથી. હરિયાણા સહિતના રાજ્યોમાં ગુજરાત કરતા સસ્તી વીજળી મળે છે, ત્યારે આમ આપ પાર્ટી દ્વારા મફત વીજળી મુદ્દે ગુજરાતની ભાજપ સરકારને ઘેરવા રણનીતિના ભાગરૂપે અલગ અલગ જિલ્લામાં પણ સંવાદ કરવામાં આવશે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ પણ આગામી સપ્તાહમાં ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે.

Next Story