રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સરકારને ઘેરવા હવે આપ સક્રિય થઇ છે તેના ભાગરૂપે 15 મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળીનુ આંદોલન શરૂ કરવા જઈ રહી છે.
ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા ફરી એક વાર આમ આદમી પાર્ટીએ મોટિયું એલાન છે. આપ પાર્ટી ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળે તેવી માંગ કરશે. આમ આદમી પાર્ટી હવે 16મી જૂન થી 24 મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના મુદ્દે લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે. તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં આમ આદમી પાર્ટીના તમામ રાજ્ય અને જિલ્લા અધિકારીના નેતૃત્વમાં રેલી, પદયાત્રા, મશાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને આ કાર્યક્રમો દ્વારા વીજળીના મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમ આદમી પાર્ટી ગુજરાત 1-1 નાગરિકોનો અભિપ્રાય જાણશે અને આ માટે "માંગણી પત્રક" ભરવામાં આવશે. આ 'માંગણી પત્રક' દ્વારા ગુજરાતના હજારો કાર્યકર્તાઓ દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવશે. મોંઘી વીજળી વિશે તેઓ શું જાણે છે અને શું ઇચ્છે છે તે લોકો પાસેથી જાણવામાં આવશે.