અમદાવાદ: ગુજરાત ATSએ નકલી નોટના કારખાના પર કરી રેડ, રૂ. 48 હજારની નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ

ગુજરાત ATSએ નકલી નોટોનું કારખાનું ઝડપી પાડ્યું છે. અમદાવાદના જુહાપુરામાં મકાનમાં બનતા નકલી નોટના કારખાના ઉપર ATSએ રેડ કરી હતી.

New Update
અમદાવાદ: ગુજરાત ATSએ નકલી નોટના કારખાના પર કરી રેડ, રૂ. 48 હજારની નકલી નોટ સાથે 4 આરોપીની ધરપકડ

ગુજરાત ATSએ નકલી નોટોનું કારખાનું ઝડપી પાડ્યું છે. અમદાવાદના જુહાપુરામાં મકાનમાં બનતા નકલી નોટના કારખાના ઉપર ATSએ રેડ કરી હતી. ATSએ 500ના દરની 48 હજાર રૂપિયાની નકલી નોટ કબજે કરી છે. ATSએ માહિતીના આધારે અમદાવાદના ફતેવાડીમાં આવેલા મકાનમાં રેડ કરી હતી, ત્યારે ભાડેથી રહેતા 4 યુવકોએ 500માં દરની 48,000 રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યા હતા.આ ઉપરાંત એક સાઈડની નોટ છાપેલી હોય તેવા 26 કાગળ પણ કબ્જે કર્યા હતા. આરીફ મકરાણી, ફૈઝાન મોમીન, મુજમીલ શેખ અને અંશ અસલમ શેખની ATSએ ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી નોટો સાથે પ્રિન્ટર, નોટો છાપવામાં વપરાતો કાગળ, 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓએ અત્યાર સુધી આ નોટ વાપરી છે કે નહીં? તથા આ નોટ અન્ય કોઈને આપી છે કે નહીં? એ દિશામાં ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચારેય આરોપીઓ ભાડાના મકાનમાં રહેતા હતા, જેથી મૂળ ક્યાંના રહેવાસી છે, તે મામલે પણ પૂછપરછ ચાલી રહી છે.

Latest Stories