Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગુજરાત યુનિ. રોડ બન્યો અત્યંત બિ'સ્માર, ત્રાહિમામ પોકારી ઉઠ્યા શહેરીજનો...

લોકોના માથાના દુ:ખાવા સમાન શહેરના બિસ્માર માર્ગ, રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ

X

લોકોના માથાનો દુ:ખાવો બનેલ ખરાબ રસ્તાએ સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદને પણ બાકાત નથી રાખ્યું. અમદાવાદમાં રોડ-રસ્તાની બિસ્માર હાલત જોતા તંત્રના દાવા પોકળ સાબિત થઇ રહ્યાં છે, ત્યારે ખરાબ રસ્તાના કારણે શહેરની જનતા હેરાન પરેશાન થઇ ઉઠી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી પર રસ્તાના હાલ બેહાલ થઇ ગયા છે. જેના લીધે રોજબરોજ ત્યાંથી પસાર થનાર જનતા ઉબડ-ખાબડ રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે. છેલ્લા 2 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીનો રસ્તો ખરાબ હાલતમાં છે. મહત્વનું છે કે, આ રોડ પર ગુજરાત યુનિવર્સિટી, પોલીસ સ્ટેશન, PRL, KCG અને LD આર્ટસ કોલેજ આવેલી છે. જેથી અહીં રોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થતા હોય છે. આથી ગંભીર અકસ્માત સર્જાય શકે તેવી રોડની હાલત હોવા છતાં રોડ-રસ્તા રિપેર કરવામાં બિલકુલ ધ્યાન નથી અપાતું. યુનિવર્સિટી પરના ખરાબ રોડ-રસ્તા રીપેરીંગ લઈને, જ્યારે યુનિવર્સિટી અને AMC એકબીજા પર જવાબદારી થોપી રહ્યાં છે. જેમાં AMC આ રસ્તો યુનિવર્સિટીનો ખાનગી રસ્તો હોવાનું જણાવી રહી છે. આથી AMC અને યુનિવર્સિટીની ખો-ખોમાં રોજ હજારો વિદ્યાર્થીઓ હેરાન થઇ રહ્યા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રોડ પર આવેલા ખરાબ રોડ-રસ્તાના કારણે અકસ્માતની સંભાવના પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે, ABVP અને NSUI દ્વારા પણ અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અંતે તો પરિણામ શૂન્ય જ જોવા મળ્યું છે.

Next Story