/connect-gujarat/media/post_banners/5aca16df01eae8fafb38407c933cdb110d3170760c2276cbfb7c67141ad3ffa9.jpg)
આરોગ્ય મંત્રીએ રિવરફ્રન્ટ હાઉસ ખાતે કોર્પોરેશનના અધીકારીઓ અને કલેકટર સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કોરોના કેસને લઈને બેડ ઓક્સિજન તમામ તૈયારીની માહિતી મેળવી હતી .
ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજે એક સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં તેમણે જિલ્લા કલેકટર અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરી વધતા કોરોના કેસને લઈને સમીક્ષા કરી છે. તો સાથે સાથે જર્મીશ નામની જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, ખાસ આ વખતે જે પ્રમાણે કેસ આવી રહ્યા છે તેમાં વધારે હોમઆઇસોલેશનમાં સારવાર મળી રહે તે માટે ટેલી મેડિસિન 14499 હેલ્પ લાઇન શરૂ કરવામા આવી છે. આ વખતે ઓમીક્રોનના કેસ ઓછા આવે છે. અને એમીક્રોનના લક્ષણમાં 7 દિવસમાં દર્દી સાજો થઈ જાય છે.ખાસ કરી ગ્રામ્ય વિસ્તાર માં પણ તમામ તૈયારીયો કરવામાં આવી છે.અમદવાદમાં 10 થી 12 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડે છે તેમાં કુલ 26000 બેડ તૈયાર રહેશે.