ગુલાબ વાવાઝોડા થી બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશન અસરથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. જે હજી પણ ચાલી રહ્યો છે. નોકરી ધંધે જતાં લોકોને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો, જે હજી પણ ચાલી રહ્યો છે. નોકરીધંધે જતા લોકોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં છે. બીજી તરફ અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળના રોડ પર 20 મિનિટના વરસાદમાં પાણી ભરાઈ ગયાં છે. વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે. સાબરમતી પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિકજામ થયો હતો. સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો.