/connect-gujarat/media/post_banners/cd4fad58e61d1625d4c33f8913fca49f33a02c51e0773c252dc084535b7fd338.webp)
જ્યાં પણ કોઇ સેલિબ્રિટી આવવાની હોય અથવા તો અન્ય કોઈપણ રીતે મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય તેવા કાર્યક્રમની માહિતી સોશિયલ મીડિયા મારફતે મેળવી લઈને જે તે સ્થળ પર પહોંચી લોકોના પર્સ કે મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓની ઝોન 1 એલસીબીએ ધરપકડ કરી છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક ઉદઘાટન પ્રસંગમાં કોમેડિયન અને સેવાકીય કામગીરી થી ફેમસ થયેલા ખજુરભાઇ આવતા ત્યાં કેટલાક લોકો ભેગા થયા હતા. ત્યાં ત્રણેય આરોપીએ નજર ચૂકવી અનેક લોકોના પર્સ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી.નજર ચૂકવી ચોરી કરનાર શખ્સો તેમના વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા છે.
જેથી પોલીસે બાતમીના આધારે સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આસિફ અન્સારી ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસને ચાર પાકીટ, આઇકાર્ડ, એટીએમ કાર્ડ, રીક્ષા અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ મુદ્દામાલ ચોરી ક્યાંથી કર્યો તે બાબતે પોલીસે પૂછપરછ કરી તો આરોપીઓએ ગુજરાત યુનિ. વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના કોમર્સ છ રસ્તા પાસે એક કેફે નું ઓપનિંગ થયું હતું. જે કાર્યક્રમમાં કોમેડિયન ખજુરભાઇ આવ્યા હતા. જેને લઈને લોકોની ભારે ભીડ ઉમટી હતી. આરોપીએ આ જ કાર્યક્રમ દરમિયાન કેટલાય લોકોના પર્સ અને ફોન ચોરી કર્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો તેઓએ જણાવ્યું કે, સોશિયલ મિડીયા પર ક્યાં કેવા પ્રકારની ઇવેન્ટ થવાના છે અને ત્યાં માસ ગેધરિંગ કેવું હશે તેની ખાસ નજર રાખતા હતા. બાદમાં આરોપીઓ ત્યાં જઈને નજર ચૂકવી પર્સ, રોકડ કે ફોનની ચોરી કરતા હતા. કોઈને શંકા ન જાય તે માટે થઈને આરોપીઓ ચોરી કરેલી વસ્તુ એકબીજાને અરસ પરસ આપી ત્યાંથી નીકળી જતા હતા. આરોપીઓએ અગાઉ અન્ય શહેરો કે ગામડાઓમાં યોજાયેલા મેળામાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.