અમદાવાદ : એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમીમાં બેડમિન્ટન ટ્રેનીંગ સેન્ટરનું ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

New Update
અમદાવાદ : એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમીમાં બેડમિન્ટન ટ્રેનીંગ સેન્ટરનું ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

ગુજરાતના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે વધુ તાલીમ અને પ્રોત્સાહન મળે તે હેતુથી અમદાવાદ સ્થિત એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી ખાતે નવા શરૂ કરાયેલા બેડમિન્ટન તાલીમ સેન્ટરનું ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે યોગ્ય તાલીમ અને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. જેની ભવ્ય સફળતા બાદ ગુજરાતના યુવાનો આજે દેશ અને વિદેશમાં રમત ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી ચુક્યા છે. રાજ્યમાં નવી સ્પોર્ટ્સ પોલીસી હેઠળ યુવા ખેલાડીઓને વધુ સઘન તાલીમ આપવા માટે રાજ્ય સરકાર સદાય તત્પર છે. જે લોકો રમતગમત સાથે સંકળાયેલા છે,

તેઓને નવી પોલીસી ઘણી ઉપયોગી સાબિત થશે તેમ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ગુજરાતના સ્પોર્ટ્સના વાતાવરણમાં પોઝિટીવીટી લાવવા માટે સરકાર સાથે વિવિધ રમતો સાથે સંકળાયેલી સંસ્થાઓ, સમાજ અને નાગરિકોનો સહયોગનો ઘણો મોટો ફાળો રહેલો છે. રાજ્યના ખેલાડી આજે દેશ વિદેશમાં જઈને નામના હાંસલ કરી રહ્યા છે. વન ક્લિક આઈટી કન્સલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડ કંપની અંતર્ગત આવેલી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદની એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ખેલાડીઓને બેડમિન્ટનની તાલીમ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા, એકેડમીના હોદેદારો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories