અમદાવાદ: વસ્ત્રાપુરમાં હોટલના કર્મચારીએ સાથી મિત્રની કરી હત્યા, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલી હોટલમાં કામ કરતા 2 કર્મચારી અંદર અંદર ઝઘડી પડ્યા. આ દરમિયાન એક કર્મચારીને ઇજા થતાં તે પડી ગયો હતો

New Update
અમદાવાદ: વસ્ત્રાપુરમાં હોટલના કર્મચારીએ સાથી મિત્રની કરી હત્યા, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલી હોટલમાં કામ કરતા 2 કર્મચારી અંદર અંદર ઝઘડી પડ્યા. આ દરમિયાન એક કર્મચારીને ઇજા થતાં તે પડી ગયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન કર્મચારીનું મોત થયું હતું.

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી ચારકોલ હોટલમાં બિહારના 2 કર્મચારી કામ કરે છે. સતીષ અને પવન પાંડે નામના 2 કર્મચારી વચ્ચે કામ કરવા બાબતે તકરાર થઈ હતી. વહેલી સવારે 3 વાગ્યાની તકરાર ઉગ્ર બની હતી. જ્યારે બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ હતી. પવને સતીષને મૂઢમાર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સતીષને ગંભીર ઇજા થઇ હતી, જેના કારણે તે ઢળી પડ્યો હતો. સતીષ ઢળી પડતાં અન્ય કર્મચારીઓ પણ ભેગા થઈ ગયા હતા. હોટલમાલિકને જાણ થતાં સતીષને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સતીષનું મોત થયું હતું. સતીષના શરીર પર ઇજાનાં નિશાન નથી, જેથી મૂઢમારને કારણે મોત થયું હોવાનું પોલીસનું અનુમાન છે. સતીષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપી પવન પાંડેની પોલીસે ધરપકડ કરી છે. બંને કર્મચારી વચ્ચેની મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories