/connect-gujarat/media/post_banners/865c8efb022bc7f73a5524f9e15f3987a3034cdc76b5dc397d290cb762f47392.jpg)
અમદાવાદના શાહઆલમના બંગાળી વિસ્તારમાં સામાન્ય ઘર કંકાસના કારણે પતિએ પત્નીનું ગળુ દબાવી દઈ હત્યા કરી હતી.
અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં રહેતા કમરૂદ્દીન શેખ કે જેણે 3 વર્ષ પહેલા હલીમા બીબી ઉર્ફે મરિના બીબી જોડે ત્રીજા લગન કર્યા હતા. જેની સાથે અવાર નવાર સામાન્ય બોલાચાલી પણ થતી હતી. આરોપી કમરુદ્દીન છુટક મજુરી કરતો હતો અને હજુ 3 દિવસ પેહલા જ બંગાળથી પરત ફર્યો હતો અને ત્રણ દિવસથી ચાલતા ધર કંકાસના કારણે આખરે તેણે પોતાની ત્રીજી પત્નીની ગળુ દબાવીને હત્યા કરી દીઘી છે. આ હત્યાની જાણ તેની પુત્રને થઈ હતી અને તેણે ઈસનપુર પોલીસને જાણ કરી હતી. ઈસનપુર પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આરોપીની અગાઉની 2 પત્ની બંગાળમાં રહે છે સવારે ઘરમાં પતિ પત્ની વચ્ચે તકરાર થતા આરોપી પતિએ પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયો હતો ત્યારબાદ આ ઘટનાની પોલીસ ને જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.