/connect-gujarat/media/post_banners/680236e73b09c50d78a3ab77082bcdd9f32874dbee20d794f683fdf2a7ff18ae.jpg)
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં ખોડલધામના નરેશ પટેલ ફરી એક વખત સક્રિય બન્યાં છે. તેમણે રાજકારણમાં જોડાવાના સંકેત આપતાં કોંગ્રેસના આગેવાનો ઉત્સાહિત છે પણ નરેશ પટેલે હજી આ બાબતે સ્પષ્ટતા કરી નથી. ખોડલધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના ગુજરાતના સક્રિય રાજનીતિમાં પ્રવેશના સંકેતથી રાજકારણમાં ગરમાવો ફેલાયો છે ત્યારે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોઈપણ રાજકીય પાર્ટીમાં જોડાવા માટે સ્વતંત્ર છે, છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં સમાજ ઉત્થાન માટે કેટલાય મહત્વના કાર્યો કર્યા છે અને તેઓ સમાજસેવી ઉપરાંત લોકોનું ભલુ ઈચ્છનાર વ્યક્તિ છે.