Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: જો તમે વેક્સિન ન લીધી હોય તો તમારા ઘરની બહાર ચોકડીનું નિશાન કરવામાં આવશે,જુઓ તંત્ર શું કરી રહયું છે કાર્યવાહી

કોર્પોરેશનની ટિમ ધરે ધરે જઈને વેક્સિનના બન્ને ડોઝ લેવા આવ્યો છે કે નહીં તે બાબતે પૂછવામાં આવી રહ્યું છે

X

અમદાવાદમાં જે પ્રમાણે કોરોના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હવે ઘરે ઘરે જઈ સર્વે શરૂ કર્યો છે. હેલ્થ વર્કર્સ ની ટીમ દ્વારા જેમણે મુદત પૂરી થવા છતાં હજુ રસી લીધી નથી તેમને ટ્રેસ કરી નજીકના રસી કેન્દ્ર પર મોકલી રસી અપાવી રહ્યાં છે.

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં કોર્પોરેશનની ટિમ ધરે ધરે જઈને વેક્સિનના બન્ને ડોઝ લેવા આવ્યો છે કે નહીં તે બાબતે પૂછવામાં આવી રહ્યું છે તો સાથે સાથે ડોઝના સર્ટી ચેક કરવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે અન્ય કોઈ બીમારી છે કે નહીં તે બાબતે અન્ય કોઈ બીમારી છે કે નહીં તે બાબતે પૂછવામાં આવી રહ્યું છે. જો વેક્સીન લીધી હોય તો તેના ઘરની બહાર P લખવામાં આવે છે અને જો વેક્સિનનો બીજો ડોઝ ના લીધો હોય અને સમય જતો રહ્યો હોય તો તેના ઘરની બહાર ચોકડી મારવામાં આવી રહી છે. જેમાં છેલ્લા 10 દિવસમાં 30 હજાર ઘરોનો સર્વે થઈ ચૂક્યા છે જેમાં 300થી વધુ લોકો બીજી રસી લેવા માટેની મુદત પૂરી થઈ હોવા છતા રસી લીધી નહોતી ત્યારે તંત્રના આ અભિગમને શહેરીજનો પણ આવકારી રહ્યા છે

આ સર્વે 100 ટકા રસીકરણ માટે આશા વર્કર્સ અને પેરામેડિકલ સ્ટાફની 150 જેટલી ટીમ દરરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિઝિટ કરી રહી છે. ખાસ કરીને જ્યાં પોઝિટિવ કેસ આવ્યા હોય તેની આજુબાજુના વિસ્તારમાં ચેક કરવામાં આવી રહ્યા છે

Next Story