/connect-gujarat/media/post_banners/60392e7add810f2527ad8a5574da262a69e1a7b64869f6cc59e446a29f3c3f8e.jpg)
20 જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મહાનગર પાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વર્ષોથી ચાની દુકાન અને કિટલી ચલાવતા વેપારીઓ માટે મુશ્કેલીનો સમય ઉભો થઈ રહયો છે.
રાજ્યમાં પેપર કપ પર આવી રહેલા પ્રતિબંધને કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ 20 જાન્યુઆરીથી સમગ્ર શહેરમાં પેપર કપ વાપરવા પર પાબંધી ફરમાવી છે.શહેરમાં અનેક લોકો પેપર કપનો વપરાશ કરે છે તેમણે હવે ચા પીવા માટે વિકલ્પ શોધવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે મહાનગર પાલિકાના આદેશને જોઈ ટી સ્ટોલના માલિક પણ હવે પેપરકપની જગ્યાએ કાચના કપ વાપરવાની વાત કહી રહ્યા છે તેઓ પણ માની રહ્યા છે કે પેપર કપ ઉપયોગમાં લીધા બાદ ગમે ત્યાં ફેકી દેવામાં આવે છે જેને કારણે ગંદકી ફેલાઇ છે તો અનેક ગટરો પણ જામ થઈ જાય છે