અમદાવાદ : કણભામાં રૂ. 17 લાખની લૂંટ મામલે ભંભોર ગેંગના 2 સાગરીતો ઝડપાયા, 6 આરોપી વોંટેડ

અમદાવાદના કાણભાના કુહા ગામમાં થોડા દિવસ પહેલા એક મકાનમાંથી રૂ. ૧૭ લાખની ધાડ પાડવામાં આવી હતી

અમદાવાદ : કણભામાં રૂ. 17 લાખની લૂંટ મામલે ભંભોર ગેંગના 2 સાગરીતો ઝડપાયા, 6 આરોપી વોંટેડ
New Update

અમદાવાદના કાણભાના કુહા ગામમાં થોડા દિવસ પહેલા એક મકાનમાંથી રૂ. ૧૭ લાખની ધાડ પાડવામાં આવી હતી, ત્યારે આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્યમાં આવેલા કણભા પોલીસ સ્ટેશન વિસ્તારના કુહા ગામમાં શ્રી રામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જશુભાઇ પોતાના પરિવાર સાથે સૂતા હતા,

ત્યારે 7થી 8 અજાણ્યા લોકો મોઢે બુકાની બાંધીને છરી તથા અન્ય હથિયારો સાથે ધાડ પાડી હતી. ત્યારબાદ ઘરમાંથી 15 લાખ રોકડ અને 2.5 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે આ ગુન્હાને અંજામ આપનાર આરોપીઓ દાહોદ બાજુના હોવાની માહિતી મળતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પોલીસે 2 આરોપીઓને રૂ. 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે આ ગેંગના અન્ય 6 સાગરીતોને વોંટેડ જાહેર કરવામાં આવ્યા છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #arrested #Robbery Case #Kanbha #2 accomplices
Here are a few more articles:
Read the Next Article