Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

અમદાવાદના નિકોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.

X

અમદાવાદના નિકોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીએ સન્માન સમારોહ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યુ કે, રાજ્યના છેવાડાના માણસથી લઇ નાનામાં નાના માણસને યોજનાકીય લાભથી લાભાન્વિત કરવા સરકાર તૈયાર છે.

જન કલ્યાણના કાર્યો માટે સમાજ, પ્રજા, સાથી પક્ષ અને વિરોધ પક્ષ સહિતના તમામ લોકોના સૂચનો સરકારમાં આવકાર્ય હોવાનો રાજ્યના મુખ્યમંત્રીએ મત વ્યક્ત કર્યો હતો. સમાજ અથવા રાષ્ટ્રના દાયકાઓ સુધીનો ટકાઉ વિકાસ શિક્ષણ ઉપર નિર્ભર છે. દરેક પ્રશ્નો અને મુશ્કેલીઓનું સમાધાન અને નિરાકરણ શિક્ષણમાં રહેલું છે, ત્યારે સમાજને શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર વિકાસ સાધવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, કૃષિ, મેડિકલ અને ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યુ કે, પાટીદાર સમાજ સર્વે સમાજનું સફળ નેતૃત્વ કરવા સક્ષમ છે. પાટીદાર સમાજ અન્ય સમાજના પડખે હર હંમેશ રહ્યું છે. વર્ષોની તપસ્યાના પરિણામ સ્વરૂપ આજે પાટીદાર સમાજનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. આ સમારોહમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને લેઉઆ પટેલ સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story