Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો...

આ મીડિયા સેન્ટરથી પાર્ટી વિચાર, પાર્ટીના કાર્યક્રમો, સરકારના કાર્ય મીડિયા સુધી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

X

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ આવી રહી છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પત્રકાર સાથે સરળતાથી સંવાદ થઇ શકે તેમજ ઝડપી માહિતી પહોંચે તે માટે પાર્ટી દ્વારા આ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

આ મીડિયા સેન્ટરથી પાર્ટી વિચાર, પાર્ટીના કાર્યક્રમો, સરકારના કાર્ય મીડિયા સુધી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ રીતે મીડિયા સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ માહિતી મળી રહે તે માટે આ મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા, રમણ વોરા, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તા યમલ વ્યાસ, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો. યજ્ઞેશ દવે, પ્રદેશ મીડિયા વિભાગ સહ પ્રવક્તા કિશોર મકવાણા, ભરત ડાંગર, ઋત્વિજ પટેલ, હિતેન્દ્ર પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story