Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર જિમ અને ગેમિંગ ઝોનને તોડી પાડવામાં આવ્યું

અમદાવાદના કુખ્યાત નઝીર વોરાએ જુહાપુરામાં એક કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર જિમ અને ગેમિંગ ઝોન બનાવેલ તોડી પાડ્યું હતું॰

X

અમદાવાદના કુખ્યાત નઝીર વોરાએ જુહાપુરામાં એક કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર જિમ અને ગેમિંગ ઝોન બનાવેલ તે આજે એએમસી અને અમદાવાદ પોલીસે સયુંકત કામગીરીમાં તોડી પાડ્યું હતું॰ આ અંગે પોલીસે નઝીર વોરા વિરુદ્ધ સરકારી જમીન પચાવી પાડવા અને તેના પર ગેરકાયદે બાંધકામ કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તે અત્યારે પાસા હેઠળ ભુજ જેલમાં બંધ છે

કુખ્યાત નઝિર વોરા અમદાવાદના જુહાપુરામાં રહે છે અહીં તેણે અનેક સરકારી જમીનો પચાવી ત્યાં ગેરકાયદેસર બાંધકામો ઉભા કરી દીધા છે તો તેની સામે ખાનગી મિલ્કતો પચાવી પાડવાના અનેક કેસ નોંધાયા છે ત્યારે આજે અમદાવાદ પોલીસ અને એએમસીની બાંધકામ શાખાએ એક ખાનગી કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર ઉભા કરેલ જિમ અને ગેમિંગ ઝોનને તોડી પાડ્યું હતું એએમસી દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અમદાવાદ પોલીસે નજીર વોરા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે એ.સી.પી.વી.જી. પટેલે જણાવ્યું હતું કે નઝીર વોરા વિરુદ્ધ મંગળવારે ગુનો નોંધવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે જુહાપુરા વિસ્તારમાં અનેક કુખ્યાત આરોપીઓએ સરકારી અને ખાનગી જમીનો અને મિલ્કતો પચાવી પાડી છે ત્યારે હવે એએમસી અને અમદાવાદ પોલીસ એક યાદી તૈયાર કરી રહી છે અને તેના આધારે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે

Next Story