Connect Gujarat

અમદાવાદ : સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના કરાઇ, ગાંધી જયંતિની ઉજવણી

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ગાંધી જયંતિના અવસરે સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

X

મહાત્મા ગાંધીજી ભલે સદેહ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના વિચારો હજી લોકો વચ્ચે જીવંત છે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ગાંધી જયંતિના અવસરે સર્વધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી..

આજે ગાંધી જયંતિના પાવન અવસરે અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં પણ ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાવામાં આવી હતી. ગાંધીજીના અહિંસાના અને સત્યના મૂલ્યોની જાળવણી માટે સર્વ ધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. ગાંધીજીના વિચારો લોકોમાં હજી જીવંત છે.

વૈષ્ણવજન સહિત વિવિધ ભજન ગાઈને બાપુને યાદ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે તો ગાંધી જયંતિની ખૂબ જ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જ્યાં આપણે ભારતીયો વસતા હોય છે ત્યાં બાપુની જન્મ જયંતિ ઉજવાય છે.

Next Story
Share it