/connect-gujarat/media/post_banners/4c25ea2818dd8bc7f21209257224c00179c6a9c76de78a52ffd99f6a079d193d.jpg)
કોરોનાના 2 વર્ષ બાદ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે.8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલવાનો છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલને મુખ્યમંત્રી હસ્તે આજરોજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.2023નો આ કાઈટ ફેસ્ટિવલ G-20 સમિટની થીમ પર આધારિત છે અને આજથી 14 જાન્યુઆરી સુધી ચાલશે.આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ભારે ઉત્સાહ સાથે જોડાયા છે. અંદાજિત 56 દેશના પતંગબાજોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવા કવાયત હાથ ધરવામાં આવી છે. કોરોના કાળના બે વર્ષ બાદ આજથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આજે 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનારા આ કાઈટ ફેસ્ટિવલમાં 56 દેશોના 150 થી વધુ પતંગબાજો ભાગ લેવાના છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદેશી પતંગબાજો રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. વિવિધ પ્રકારના પતંગોનો આકાશી નજારો જોવા મળ્યો હતો.