અમદાવાદ: હાર્દિકની સામે હવે જિગ્નેશ મેવાણીએ ખોલ્યો મોરચો, પ્રેસ કોન્ફરન્સમાં કર્યા પ્રહાર

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું તો આપ્યું સાથે કોંગ્રેસની પોલ પણ ખોલી નાખી હતી

New Update
અમદાવાદ: હાર્દિકની સામે હવે જિગ્નેશ મેવાણીએ ખોલ્યો મોરચો, પ્રેસ કોન્ફરન્સમાં કર્યા પ્રહાર

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું તો આપ્યું સાથે કોંગ્રેસની પોલ પણ ખોલી નાખી હતી અને તેમાં પણ ગુજરાતના નેતાઓ દિલ્લીના નેતાઓને ચિકન સેન્ડવીચ ખવડાવવાની જ ચિંતા કરતા હોય તેવું કહ્યું હતું ત્યારે હાર્દિકની સામે તેના જુના સાથીદાર અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોરચો ખોલ્યો છે અને હાર્દિકના સવાલોના જવાબ આપ્યા હતા.અમદાવાદ: હાર્દિકની સામે હવે જિગ્નેશ મેવાણીએ ખોલ્યો મોરચો, પ્રેસ કોન્ફરન્સમાં કર્યા પ્રહાર

હાર્દિકે કોંગ્રેસ પર જાતિવાદી રાજકારણ સહિતના અનેક આક્ષેપો કરીને કોંગ્રેસને રામ રામ કહી દીધુ છે. ત્યારે કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપોનો વળતો જવાબ આપતા કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ મોરચો સંભાળ્યો છે. મેવાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે હાર્દિક પટેલ સંઘર્ષના સાથી હતા. દેશના યુવાનો આશાની નજરથી જોતા હતા. વિચારધારા લોહીના ટીપા બરાબર હોય છે. હાર્દિક 3 વર્ષ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા પણ અચાનક જ એવું તો શું થયું કે નારાજ થઈ ગયા.25-25 દિવસથી હાર્દિકનુ નામ ભાજપ સાથે જોડાયેલુ રહ્યુ. જિગ્નેશ મેવાણીએ ચિકન સેન્ડવિચ મુદ્દે કહ્યું કે આ પ્રકારની ટિકા ટિપ્પણી કરવી તે શોભનીય નથી. કોંગ્રેસના શિર્ષ નેતૃત્વએ મારી સાથે ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરી છે. હાર્દિક કહે છે કે કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતના પ્રશ્નોની વાત નથી કરતુ. હાર્દિકને જોત જોતાંમાં અદાણી-અંબાણી માટે કેમ પ્રેમ થયો તે સમજાતું નથી. ભાજપ પ્રત્યે પ્રીતિ બતાવીને આઈડીયોલોજી બદલી રહ્યા છે.

Latest Stories