અમદાવાદ : જુહાપુરમાં આતંક મચાવનાર કાલુ ગરદનની બબાલ કાયમી બંધ

જુહાપુરમાં આતંક મચાવનાર શખ્સ પોલીસ પકડમાં આવ્યો, કાલુ ગરદનનો ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો રહ્યો.

New Update
અમદાવાદ : જુહાપુરમાં આતંક મચાવનાર કાલુ ગરદનની બબાલ કાયમી બંધ

અમદાવાદ શહેરના જુહાપુર વિસ્તારમાં આતંક મચાવનાર અને માથાભારે આરોપી કાલુ ગરદન પર પોલીસે ફરી એકવાર કાયદાનો ગાળીયો કસ્યો છે. જેમાં સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં કાલુ ગરદન સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાલુ ગરદનના ગુનાહિત ઇતિહાસને નેસ્તો-નાબૂદ કરવા કાયદાની કમાન કસી છે. કોણ છે કાલુ ગરદર અને શુ છે તેનો ગુનાહિત ઇતિહાસ.

જુહાપુરા વિસ્તારનો માથાભારે શખ્સ કહેવાતો ટપોરી કાલુ ગર્દનની ધરપકડ કરવામાં આવી છે. કાલુ ગર્દને જુહાપુરા વિસ્તારમાં સંકલિત નગરમાં સરકારી જમીન પચાવી પાડી તેના પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બાબતે કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતાં જિલ્લા કલેકટરે માથાભારે કાલુ ગર્દન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે તપાસ બાદ કાલુ ગર્દન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. પરંતુ ગત મોડી રાતે અમદાવાદ આવતા જ સેટેલાઈટ પોલીસે તેની ધરપકડ કરી છે. કાલુ ગરદનના ભયથી જનતાને મુક્ત કરવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.

જોકે, માથાભારે કહેવાતા લોકલ ટપોરી કાલુ ગરદન સામે આ કોઈ પહેલો કેસ નથી. અગાઉ પણ કાલુ ગરદન સામે 29 ગુના નોંધાયા છે. વર્ષ 2011માં કાલુ ગરદને જાહેરમાં નદીમ સૈયદ નામના એક વ્યક્તિની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેનું નામ કાલુ ગરદન પડ્યું હતું. બાદમાં કાલુ ગરદનના ગુનાહિત ઈતિહાસનો ગ્રાફ સતત વધતો ગયો. જેમાં ધાક-ધમકી, ખંડણી ઉઘરાવવી, મારામારી, હત્યાની કોશિશ અને વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં કાલુ ગરદન વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા. ત્યારબાદ 4 વખત પાસા અને 1 વખત તડીપાર પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે પોલીસે કાલુ ગરદન પર કાયદાનો ગાળિયો બરાબર કસ્યો છે. હાલ કાલુ ગરદન સામે દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં ACP-એમ' ડીવીઝન દ્વારા આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલો કાલુ ગરદન પોલીસની પકડથી બચવા છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન છુપાયો હતો, ત્યારે એસજી હાઈવે પરથી પસાર થવાનો હોવાની બાતમી મળતા સેટેલાઈટ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. જોકે, હવે કાલુ ગરદન પોતાની પુછપરછમાં શું નવા ખુલાસા કરે છે, તે જોવું હવે મહત્વનું છે.

Latest Stories