/connect-gujarat/media/post_banners/2c6c32121eb1ba7a4a7e28cecd7b212ecd8982d4eb344b2cbce0ab75b7f35bf7.jpg)
કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલ બે દિવસ ગુજરાત અમદાવાદની મુલાકાતે આવી પોહ્ચ્યા છે. અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. ત્યારે કપિલ સિબ્બલે એરપોર્ટ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે દેશના અનેક નવા આંદોલનની જરૂર છે.
કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આજે આખા દિવસમાં તેમના અલગ અલગ કાર્યક્રમો પણ છે જેમાં ગાંધી આશ્રમની મુલાકાત પણ કરશે. સાથે જ સાંજે ઠાકોર દેસાઈ હોલમાં એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર કપિલ સિબ્બલ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે દેશને એક નવા આંદોલનની જરૂર છે. ગુજરાતના નેતાઓ જે દિલ્હી પહોંચ્યા છે તે ગાંધીજીની વાતો સમજતા નથી. તમામ રાજકીય પક્ષોએ તાનાશાહી સામે મજબૂત થવાની જરૂર છે.