Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ખેડુતો પર સરકારની "સંવેદના"ની અછત, જુઓ કેમ AAP વરસી સરકાર પર વરસી

ઓછા વરસાદના કારણે ખેતીની નિષ્ફળ જવાની આશંકા વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.....

X

રાજયમાં દુષ્કાળના ડાકલા વચ્ચે આમ આદમી પાર્ટી ખેડુતોની વ્હારે આવી છે. ઓછા વરસાદના કારણે ખેતીની નિષ્ફળ જવાની આશંકા વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.....

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી સંગઠનને મજબુત અને લોકોની વચ્ચે સ્થાન બનાવવા માટે મથામણ કરી રહી છે. કોરાનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સાંત્વના આપવા માટેની જન સંવેદનાયાત્રા બાદ હવે આમ આદમી પાર્ટી ખેડુતોની મદદે આવી છે. આગામી દિવસોમાં ખેડુતોના પ્રશ્ને રાજયના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નકકી કરાયો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની સંવેદના જાણે ઉંધી રહી છે ગુજરાતના ખેડૂતોને જે હક મળવો જોઈએ તે હક મળ્યાં નથી. તાઉતે વાવાઝોડાથી થયેલા નુકશાનની ભરપાઇ હજી સુધી ખેડુતોને કરવામાં આવી નથી આ ઉપરાંત ચાલુ વર્ષે પણ ઓછા વરસાદના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. આ વર્ષે ગુજરાતમાં વરસાદ ખુબ જ ઓછા પ્રમાણ થયો છે જેના લીધે અંતરિયાળ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા ઉદભવી શકે છે.આમ આદમી પાર્ટી ત્રીજા ચરણનું સુઈગામ નાદેશ્વારી મંદિરથી શરૂ કરશે અને ગણેશચતુર્થીના દિવસે બાઈક યાત્રા પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને પ્રદેશ મંત્રી સાગર દેસાઈની આગેવાનીમાં શરૂ કરવામાં આવશે.

Next Story