RSS શતાબ્દી વર્ષની ઉજવણી
4 દિવસીય વ્યાખ્યાન-માળાનો શુભારંભ
ભારતીય વિચાર મંચ દ્વારા આયોજન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન-માળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડો.કે.બી.હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક પ્રખર દેશભક્ત હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ આ વર્ષે તેના શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત કરી છે. તારીખ 2 ઓક્ટોબર-2025થી તારીખ 20 ઓક્ટોબર-2026 સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિજયાદશમી ઉજવણી, ગૃહ સંપર્ક અભિયાન, જાહેર સભાઓ, હિન્દુ સંમેલનો, સદ્ભાવ સભાઓ, યુવા પરિષદ તેમજ શાખા વિસ્તરણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ ખાતેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન-માળાનો શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોને પણ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગેવાનો, સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.