Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બોગસ એપ્લિકેશન મારફતે લોન આપી થતી હતી છેતરપિંડી, સાયબર ક્રાઇમે 400 એપ્લિકેશન બ્લોક કરી…

અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે.

X

અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે.

અમદાવાદ સાયબર ક્રાઇમને 3 મહિનાની મહેનત બાદ મોટી સફળતા મળી છે. વાત જાણે એમ છે કે, સાયબર ક્રાઇમે લોન આપવાના નામે થતી છેતરપિંડી વિરુદ્ધ 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે. આ સાથે આરોપીઓ અલગ-અલગ ફીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવી હેરાન કરતા હતા, ત્યારે એપ્લિકેશન ડેશબોર્ડ પર નાણાં બાકી હોવાનું કહી હેરાન કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. બોગસ એપ્લિકેશન્સ મારફતે છેતરપિંડીનું કૌભાંડ ચાલતું હતું. આ સાથે આરોપી અનેક લોકો સાથે છેતરપિંડી કરીને હેરાન કરતા હતા. આરોપી લોન એપ દ્વારા રૂપિયા પડાવી ડેટા ચોરીનું પણ કૌભાંડ કરતા હતા. અમદાવાદ સાઇબર ક્રાઇમના દાવા મુજબ આ બહુ મોટું કૌભાંડ છે. આ એપ્લિકેશનથી પીડિતને બહુ ટુંકા ગાળામાં મોટી લોન આપવાના વાયદા કરે છે, અને પૈસા પણ ટ્રાન્સફર કરે છે. જોકે, તેમાંથી 30 ટકા રકમ પણ કાપી લે છે. આ આરોપીઓ લોન આપવાના સમયે મોબાઈલનું એક્સેસ મેળવી લે છે, અને લોન પરત કરવાનો સમય 90 દિવસનો હોય છે. પણ માત્ર 10 દિવસમાં તેઓ રૂપિયા પરત કરવા ઇન્ટરનેશનલ કોલથી દબાણ કરે છે, અને જો પીડિત રૂપિયા ન આપે તો તેની પ્રોફાઇલ બનાવે છે, અને તે પ્રોફાઇલ વેબસાઇટ પર મૂકી બ્લેક મેલ કરવામાં આવે છે. આ મામલે પોલીસે મુખ્ય સર્વર ચાઈનામાં હોવાનું પણ જણાવ્યુ હતું. સાથે જ તેમાં કોણ કોણ મદદ કરી રહ્યું છે, તે અંગે પણ વધુ તપાસ ચાલી રહી છે.

Next Story