Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, રાજકોટમાં રૂ.214 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાઇજિરિયનની ધરપકડ

ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો.

X

ગુજરાત એટીએસની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો.

ગુજરાત એટીએસની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ પાકિસ્તાનથી આવ્યું હતુ અને દિલ્હી ખાતે લઇ જવાનું હતું. ગુજરાત ATS, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સાથે દિલ્હી NCB ની ટીમ આ ઓપરેશન પાર પાડ્યુ હતુ... સુરત ક્રાઈમ બ્રાન્ચને એક બાતમી મળી હતી.. જેમાં પોલીસને ડ્રગ્સ કેસમાં ગુજરાત અને દિલ્હીના લોકલ કનેકશનની લીડ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ નાઇઝીરિયનનું નામ ઇક્વુનાઇફ ઓકાફોર મર્સી છે. પકડાયેલા ડ્રગ્સના સેમ્પલના આધારે દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં પકડાયેલા આરોપીની તપાસ ચાલુ છે.આરોપીએ દિલ્હી ખાતે ડ્રગ્સ રાખવા માટે એક ઘર પણ ભાડે રાખ્યું હતુ. છેલ્લા 2 વર્ષથી તે અહિ નામ બદલીને પણ રહેતો હતો.હાલમાં ATS આ યુવકની પૂછપરછ કરી રહી છે

Next Story